ભાવનગરમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું કલેકટરને આવેદન

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું કલેકટરને આવેદન
ફી વધારા સહિત વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત
RTE હેઠળના વિદ્યાર્થીઓની ફી મુદ્દે પણ રજૂઆત
શાળા સંચાલક મંડળે લેખિત-મૌખિક રજૂઆત કરી

ભાવનગરમાં સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલક મંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. શાળા સંચાલકોએ પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે. સાથે જ, નિયત સમયમર્યાદામાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

સમગ્ર રાજ્યમાં 17,000 કરતાં વધુ ખાનગી શાળાઓમાં 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીઓને સાત લાખથી વધુ શિક્ષકો અભ્યાસ કરાવે છે ત્યારે રાજ્યમાં 60% થી વધુ બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરે છે આ ખાનગી શાળાઓ નું એક મંડળ છે જે આત્મ નિર્ભર શાળા સંચાલક મંડળ તરીકે કાર્યરત છે રાજ્યભરમાં આવેલી તમામ ખાનગી શાળાઓના સંચાલકો આ મંડળ સાથે જોડાયેલા છે ત્યારે સ્વ નિર્ભર શાળા સંચાલકોને પડતી મુશ્કેલીઓ તથા અલગ અલગ પ્રશ્નો સંદર્ભે મંડળ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ પડતર પ્રશ્નોને લઈને અગાઉ રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ આ રજૂઆતો ને સરકારે ખાસ કાને ન ધરતા રાજ્યના 34 જિલ્લામાં આવેલ તમામ ખાનગી શાળાના સંચાલકો દ્વારા સંચાલક મંડળને પડતર પ્રશ્ને રજૂઆત કરી હતી અને આ મંડળ દ્વારા આજરોજ સમગ્ર રાજ્યના 34 જિલ્લાઓમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ભાવનગર શહેર જિલ્લામાં આવેલી 200 થી વધુ ખાનગી શાળાઓ ના સંચાલકો દ્વારા આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી અલગ અલગ પ્રશ્નો સંદર્ભે રજૂઆતો કરી હતી જેમાં દર વર્ષે વિદ્યાર્થીઓની ફીસમાં ચોક્કસ વધારો કરવાની સત્તા શાળાઓને આપવા ઉપરાંત ખાનગી શાળાઓમાં આરટીઆઇ હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે આ ફિસ હાઇકોર્ટના નિયમ મુજબ ચૂકવવામાં આવે એ સહિતની અલગ અલગ માંગણીઓ તથા પ્રશ્નો સંદર્ભે રજૂઆતો કરવામાં આવી હતી એ સાથે સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે લાંબા સમયથી વણ ઉકેલ પ્રશ્નોનો ઉકેલ ચોક્કસ દિવસોમાં નહીં આવે તો આ માટે આંદોલનનો માર્ગ અખત્યાર કરવાની ફરજ પડશે અને જરૂર જણાય એ રાજ્ય પરની તમામ ખાનગી શાળાઓ અચોકસી મુદત માટે બંધ રાખવામાં આવશે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવશે અને પ્રશ્નો સંદર્ભે ગાંધીનગર રાજ્ય સરકારને રજૂઆત કરવા માટે પણ પહોંચવાની તૈયારી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જણાવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *