સુરતમાં ‘નો ડ્રગ્સ ઈન સુરત સિટી’ અભિયાન હેઠળ વરાછા પોલીસની કાર્યવાહી
વરાછા પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હેઠળ વરાછા પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડી તેની પાસેથી 1.534 કિલો ગાંજો કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની વરાછા પોલીસને બાતમી મળી હતી કે ઈશ્વરકૃપા સોસાયટી નજીક આવેલા વરૂણ કોમ્પ્લેક્સના પાછળના ભાગે આવેલી દુકાનમાં એક શખ્સ ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડા પાડી ગાંજાનો વેપલો કરતા પીન્ટુ ઉર્ફે બંસી રંક નાયકને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 1.534 કિલો ગાંજો, રોકડા 340 અને મોબાઇલ ફોન મળી 82,040નો મુદ્દામાલ કબજે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
