માંડવી તાપી મૈયા રિવરફ્રન્ટ ખાતે ‘કેસરિયા રંગ રાત્રી 2.0’નું આયોજન
સંત અંકલેશ્વરપુરી સ્વામી અને સાંસદ પ્રભુ વસાવાની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન
માંડવી તાપી મૈયા ના રિવરફ્રન્ટ ખાતે કેસરિયા રંગ રાત્રીનું 2.0 નું ભવ્ય આયોજન સંત અંકલેશ્વરપુરી સ્વામિ તથા સંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન કરાયું.
માંડવી તાપી મૈયા ના રમણીય રિવરફ્રન્ટ ખાતે કેસરિયા રંગ રાત્રિ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેનું ભૂમિપૂજન અંકલેશ્વર પુરી સ્વામી તથા સાંસદ પ્રભુભાઈ વસાવા તથા સંયોજક મિહિરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આજરોજ કરવામાં આવ્યું હતું. આગામી 11મી ઓક્ટોબરથી માં આદ્યશક્તિ અંબેમાના નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે માંડવી રિવરફ્રન્ટ ખાતે કેસરિયા રંગ રાત્રિ ગ્રુપ 2.0નું નવરાત્રી પર્વનો ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેનું ભૂમિ પૂજન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવી હતી. જેમાં સંયોજક મિહિરભાઈ વસાવા તથા તેમની ટીમ દ્વારા પૂજા વિધિમાં ભાગ લીધો હતો આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, મહામંત્રી શાલીનભાઈ ડો. આશિષભાઈ ઉપાધ્યાય, પાલિકા પ્રમુખ અમિષાબેન રાઠોડ, બાંધકામ સમિતિના ચેરમેન જય રાઠોડ ,આનંદભાઈ શાહ કેસરિયા રંગ રાત્રિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા..
