સુરતના રાંદેરમાં B.Comની વિદ્યાર્થીનીનો આપઘાત

Featured Video Play Icon
Spread the love

સુરતના રાંદેરમાં B.Comની વિદ્યાર્થીનીનો આપઘાત
પરીક્ષા આપવા ગયેલી ગૌરી પ્રજાપતિએ 13મા માળેથી ઝંપલાવ્યું

સુરતના રાંદેર રોડ વિસ્તારમાંથી રહેતા પરિવારની બીકોમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ બિલ્ડિંગના 13મા માળેથી કૂદકો મારી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ગૌરી પ્રજાપતિ પરીક્ષા આપવા માટે ગઈ હતી, ત્યારે કોલેજ નજીક આવેલી બિલ્ડિંગમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

સુરતના રાંદેર રોડ વિસ્તારમાં બીકોમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગૌરી પ્રજાપતિએ આપઘાત કરતા ચકચાર મચી હતી. વાત એમ છે કે કોલેજીયન વિદ્યાર્થીની ગૌરી પ્રજાપતિ પરીક્ષા આપવા માટે ઘરેથી નિકળી હતી. આ દરમિયાન કોલેજ નજીક આવેલી એક બિલ્ડિંગના 13મા માળેથી કૂદકો મારતા તેનું મોત થયું હતું. ઘટનાની જાણ પરિવારને થતાં પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવતીને મૃત હાલતમાં જોઈ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તો ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીનીએ આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *