સુરત ભાટેના વિસ્તારમાં મોડી રાતે ગંભીર અકસ્માત

Featured Video Play Icon
Spread the love

સુરત ભાટેના વિસ્તારમાં મોડી રાતે ગંભીર અકસ્માત
બિસ્મિલ્લા ચોક પાસે એસએમસીના સોલિડ વેસ્ટ વાહનની અડફેટે રાહદારીનું મોત
અકસ્મતમાં રાહદારીએ જીવ ગુમાવ્યો, ઘટનાને પગલે તપાસ શરૂ

સુરતના ભાટેના વિસ્તારમાં મોડી રાતે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. બિસ્મિલ્લા ચોક વિસ્તારમાં એસએમસીના સોલિડ વેસ્ટ વિભાગના વાહનની અડફેટે એક રાહદારીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

સુરતમાં બેફામ દોડતા ડમ્પર ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપતા હોય છે. ત્યારે મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ થતાં સલાબતપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને એસએમસીના વાહનની ભૂમિકા અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *