સુરત પૂણા કેનાલ રોડ પર માતા-પુત્રીના રહસ્યમય મોતથી ચકચાર

Featured Video Play Icon
Spread the love

સુરત પૂણા કેનાલ રોડ પર માતા-પુત્રીના રહસ્યમય મોતથી ચકચાર
શિવનગર સોસાયટીના મકાનમાંથી બંનેના મૃતદેહ મળી આવતા પોલીસ દોડી આવી

સુરતના પૂણા કેનાલ રોડ પર આવેલા શિવનગર સોસાયટીમાંથી માતા-પુત્રીના રહસ્યમય મોતથી ચકચાર મચી ગઈ હતી. મકાન નંબર 227માંથી 42 વર્ષીય જાશા શ્રીવાસ્તવ અને તેમની પુત્રી મુસ્કાન શ્રીવાસ્તવના મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતના પૂણા કેનાલ રોડ પર એક જ ઘરમાં માતા-પુત્રીના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. શિવનગર સોસાયટીના મકાન નંબર 227માંથી 42 વર્ષીય જાશા શ્રીવાસ્તવ અને તેમની પુત્રી મુસ્કાન શ્રીવાસ્તવ મૃત હાલતમાં મળી આવ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઘટનાસ્થળેથી બંનેના મોબાઇલ ફોન મળ્યા નથી. જેના કારણે સમગ્ર મામલો વધુ રહસ્યમય બન્યો છે. પરિવારજનોએ માતા-પુત્રીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતાં જ પૂણા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. હાલ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *