સુરતમાં હોટ ફિક્સ પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે રાજકારણ ગરમાયું
ભાજપના વોર્ડ નં. 17ના પ્રમુખ ભરત ગલાણીએ આપ પર ગંભીર આક્ષેપો કર્યા
સુરતમાં હોટ ફિક્સ પ્લાસ્ટિક વેસ્ટના મુદ્દે હવે રાજકારણ ગરમાયું હોય તેમ ભાજપના વોર્ડ નંબર 17ના પ્રમુખ ભરત ગલાણીએ આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા હતાં.
સુરતમાં હોટ ફિક્સ પ્લાસ્ટિક કચરાના નિકાલનો મુદ્દો હજુ ચર્ચામાં છે, ત્યારે હવે આ મુદ્દે રાજકીય આરોપ-પ્રત્યારોપ શરૂ થયા છે. ભાજપના વોર્ડ નંબર 17ના પ્રમુખ ભરત ગલાણીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરીને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યો છે. ભરત ગલાણીનો દાવો છે કે આપના ઈશારે અલગ અલગ જગ્યાએ પ્લાસ્ટિક વેસ્ટ સળગાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં પ્લાસ્ટિક વેસ્ટ ભરેલી એક રીક્ષા પકડાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન રીક્ષા ચાલકને ભાજપના કાર્યકર્તા દ્વારા સવાલ કરવામાં આવતો જોવા મળે છે કે કચરો સળગાવવા માટે કોણે મોકલ્યો? જોકે, આ સમગ્ર મામલે ભાજપ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હવે હોટ ફિક્સ કચરાના મુદ્દે રાજકીય ગરમાવો વધતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
