સુરતમાં આરક્ષણ બચાવવાના નારા સાથે આંબેડકરી સમાજનું આવેદન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આરક્ષણ બચાવવાના નારા સાથે આંબેડકરી સમાજનું આવેદન
દિલ્હીના કથિત ‘આરક્ષણ હટાવો’ પ્રદર્શન સામે કડક કાર્યવાહીની માંગ

સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આંબેડકરી સમાજ અને ઓલ ઈન્ડિયા પેન્થર સેનાના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી દિલ્હીમાં યોજાયેલા કથિત આરક્ષણ હટાવો પ્રદર્શન સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સમાજના આગેવાનોએ આરક્ષણ બચાવોનો નારો ઉઠાવ્યો હતો.

દિલ્હીમાં યોજાયેલા આરક્ષણ હટાવો પ્રદર્શનના પડઘા હવે સુરત સુધી પહોંચ્યા છે. સુરત જિલ્લા કલેક્ટરને આંબેડકરી સમાજ અને ઓલ ઈન્ડિયા પેન્થર સેનાના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે આરક્ષણ સમાપ્ત કરવાની માંગ બંધારણીય વ્યવસ્થાને પડકારતી છે. સાથે જ ડો. બાબાસાહેબ આંબેડકર વિરૂદ્ધ કરવામાં આવેલી કથિત વાંધાજનક ટિપ્પણીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. દિલ્હીમાં યોજાયેલા પ્રદર્શનના આયોજકો સામે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને સમગ્ર મામલાની હકીકત બહાર લાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત હલ્દવાનીમાં બનેલી કથિત શુદ્ધિકરણની ઘટનાની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. જાતિ આધારિત ભેદભાવ સામે જવાબદારો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આગેવાનોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સમાજના આગેવાનો દ્વારા લાખોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારાતા હવે આ મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *