વરાછામાં મનપાની ફૂડ સેફ્ટી ટીમ એક્શનમાં
ઉમા ડાઈનિંગ હોટલ મનપાએ બંધ કરાવી
ફૂડ પોઈઝનિંગ બાદ મનપાની કડક કાર્યવાહી
સુરતમાં ફુડ પોઈઝનિંગને લઈ એક માસુમ બાળાના મોતને લઈ આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યુ છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં મનપાના ફુડ વિભાગે ઉમા ડાઈનિંગ હોટલને બંધ કરાવી હતી.
સુરતના વરાછા વિસ્તારમાં મનપાના ફૂડ સેફ્ટી વિભાગે સવાણી વિસ્તારમાં આવેલી ઉમા ડાઇનિંગ હોટલને હાલ પૂરતી બંધ કરાવી છે. ફૂડ સેફ્ટી વિભાગની તપાસ દરમિયાન હોટલમાં રહેલી ખાદ્ય સામગ્રીની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાદ્ય સામગ્રી અંગે ગંભીર બેદરકારી સામે આવતા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળી આવેલી ખરાબ અને ઉપયોગ માટે અયોગ્ય ખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એસએમસી દ્વારા ઉમા ડાઇનિંગ હોટલને બંધ કરાવી દેવામાં આવી છે અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
