દાહોદ એસ. ટી.વિભાગના (GSRTC) તમામ નિવૃત કર્મચારીઓને પેન્શન સ્કીમ – 1995 થી લાગુ કરવા આવેદન પત્ર આપ્યું

Featured Video Play Icon
Spread the love

દાહોદ એસ. ટી.વિભાગના (GSRTC) તમામ નિવૃત કર્મચારીઓને પેન્શન સ્કીમ – 1995 થી લાગુ કરવા આવેદન પત્ર આપ્યું
પેન્શન સ્કીમ – 1995 થી લાગુ કરેલ છે.જે ફક્ત મર્યાદિત ક્ષેત્રમાં જ આપવામાં આવે છે-GMU
મોંઘવારી સામે ટકી રહેવા માટે મળતા પેન્શન માં વધારો કરવા આવેદન પત્ર
GSRTC વહીવટ ધરાવતું મોટામાં મોટું કોર્પોરેશન છે

દાહોદ આજ રોજ ગુજરાત મજૂર યુનિયન દ્વારા નિવૃત એસ. ટી. પેન્શનરોના પેન્શનમાં વધારો કરવા બાબત દાહોદ કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આજ રોજ એસ. ટી.વિભાગના (GSRTC) તમામ નિવૃત કર્મચારીઓને પેન્શન સ્કીમ – 1995 થી લાગુ કરેલ છે.જે ફક્ત મર્યાદિત ક્ષેત્રમાં જ આપવામાં આવે છે.સરકારના નાના મોટા તમામ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને વખતો વખત લાગુ થતાં લાભો ટી. એ. તથા ડી. એ. જેવા મોંઘવારીના લાભો મોંઘવારીને ધ્યાને લઈ આપવામાં આવે છે. પરંતુ અમારા આ ગુજરાત એસ. ટી. વિભાગના નિવૃત કર્મચારીઓને આ અંગેના કોઈપણ લાભો આપવામાં આવતા નથી. તેઓને માત્ર નહીંવત પેન્શન ચૂકવાય છે. ગુજરાત એસ.ટી. કોર્પોરેશન જે ઓલ ઇન્ડિયામાં સારામાં સારું સુગમ વહીવટ ધરાવતું મોટામાં મોટું કોર્પોરેશન છે.તેમજ આ કોર્પોરેશન માં થી નિવૃત થયેલ કર્મચારી ભાઈઓ અને બહેનો એ ઉત્સાહ પૂર્વક સોંપેલી ફરજ નિભાવેલી પણ છે. છતાં પણ આનો કોઈ જ લાભ આ કર્મચારીઓને આપવામાં આવતો નથી. સરકારના સમગ્ર કર્મચારીઓને પેન્શનના લાભો જાહેર કરવામાં આવે છે.પરંતુ તે લાભ ફક્ત ગુજરાત એસ. ટી. કોર્પોરેશનના ભાઈઓ જ અસરકર્તા નથી. તો આ રજૂઆતોને ધ્યાને લઈ આ મોંઘવારી સામે ટકી રહેવા માટે મળતા પેન્શન માં વધારો થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *