સુરતમાં ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનશે આકર્ષણનું કેન્દ્ર,

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનશે આકર્ષણનું કેન્દ્ર,
551 કિલો ટિશ્યૂ પેપરથી 17 ફૂટની મૂર્તિ તૈયાર

સુરતમાં ગણેશોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે સરકાર ગ્રુપ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી અનોખી ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. 551 કિલો ટિશ્યૂ પેપર અને રિસાયકલ મટિરિયલમાંથી તૈયાર થયેલી 17 ફૂટ ઊંચી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બનશે.

છેલ્લા 20 વર્ષથી પર્યાવરણના જતન સાથે ગણેશોત્સવની ઉજવણી કરતા સરકાર ગ્રુપ દ્વારા આ વર્ષે ખાસ પહેલ કરવામાં આવી છે. મુંબઈના 25 નિષ્ણાત કારીગરોએ 951 કલાકની મહેનત બાદ આ વિશાળ ગણેશ પ્રતિમા તૈયાર કરી છે.પ્રતિમા બનાવવા માટે 300 કિલો ટિશ્યૂ પેપર, 150 કિલો રિસાયકલ મટિરિયલ અને 50 કિલો લોખંડના સ્ટ્રક્ચર સહિત કુલ 551 કિલો સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિસર્જન સમયે પર્યાવરણને નુકસાન ન થાય તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.આ પ્રતિમાના આગમનને લઈને 30 ઓગસ્ટે સાંજે 7 વાગ્યે રામચોકથી ભવ્ય આગમન યાત્રા નીકળશે. ત્યારબાદ સિટી લાઇટ વિસ્તારમાં આઈકોનિક મોલની સામે તૈયાર કરવામાં આવેલા વિશાળ પંડાલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવશે.મંડપમાં ભક્ત દ્વારા દાન કરવામાં આવેલા 5 કિલો શુદ્ધ ચાંદીના ચરણ અને 1.5 કિલો ચાંદીના આશીર્વાદ આપતા હાથ વિશેષ આકર્ષણ રહેશે. ભક્તોને તુલસીના બીજ પ્રસાદી તરીકે આપવામાં આવશે. તેમજ ગણેશજીને ચઢાવવામાં આવતા વસ્ત્રોમાંથી કપડાં બનાવી જરૂરિયાતમંદોને વિતરણ કરવાની પણ પહેલ કરવામાં આવી છે.ભક્તો માટે આરતીના સ્લોટનું ઓનલાઈન બુકિંગ કરવાની સુવિધા રાખવામાં આવી છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર રોજ લાઈવ દર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવશે. સિનિયર સિટિઝન, દિવ્યાંગ અને ગર્ભવતી મહિલાઓ માટે અલગ લાઈનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *