આરોપીને જાહેરમાં માર મારવા મામલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી

Featured Video Play Icon
Spread the love

આરોપીને જાહેરમાં માર મારવા મામલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી
વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા મામલે નોટિસ
કેન્દ્ર સરકાર, ગુજરાત સહિત તમામ રાજ્યોને સુપ્રીમ કોર્ટની નોટિસ

આરોપીઓને જાહેરમાં માર મારવા અને સોશિયલ મીડિયા પર વિવાદિત કન્ટેન્ટ પોસ્ટ કરવાના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વની સુનાવણી હાથ ધરી છે. ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન હોવા છતાં આરોપીઓને જાહેરમાં માર મારવાની ઘટનાઓ અંગે સ્પષ્ટતા માગી છે.

જાહેરમાં માર મારવા અને સોશિયલ મીડિયા પર વિવાદિત કન્ટેન્ટ પોસ્ટ કરવા મામલે કોર્ટે કેન્દ્ર સરકાર સહિત તમામ રાજ્યોને નોટિસ ફટકારી ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન હોવા છતાં આરોપીઓને જાહેરમાં માર મારવાના મુદ્દે જવાબ માંગ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા પર મુકાતા વિવાદિત કન્ટેન્ટને દૂર કરવા માટેની વ્યવસ્થા અને યોજના અંગે સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી પણ જવાબ માંગવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન હોવા છતાં આરોપીઓને જાહેરમાં માર મારવાની ઘટનાઓ અંગે સ્પષ્ટતા માગી છે. આ મામલે સોશિયલ મીડિયા કંપનીઓ પાસે પણ યોજના અને જવાબ માંગવામાં આવ્યા છે. પોલીસને આરોપીની ઓળખ ઓનલાઈન જાહેર કરવાથી રોકવા માટે દાખલ કરાયેલી પીઆઈએલ પર સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્રને આપવામાં આવેલી નોટિસ અંગે એડવોકેટ ઉત્કર્ષ દવેએ જણાવ્યું હતું કે, આજે, ભારતની માનનીય સુપ્રીમ કોર્ટમાં એક સંપૂર્ણ અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં વિવિધ રાજ્યોમાં પોલીસ વિભાગો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરુપયોગને ઉજાગર કરવામાં આવ્યો હતો. આ અરજી ગુજરાત રાજ્યના એક અરજદાર દ્વારા દાખલ કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર મુકાતા વિવાદિત અને આપત્તિજનક કન્ટેન્ટને દૂર કરવા અંગેની વ્યવસ્થા વિશે પૂછપરછ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિત તમામ રાજ્યોને જાહેરમાં આરોપીઓને ફટકારવા મુદ્દે નોટિસ પાઠવી છે, જે વાયરલ વિવાદિત કન્ટેન્ટ પર કોર્ટના કડક વલણને દર્શાવે છે. સુપ્રીમ કોર્ટે આરોપીઓને જાહેરમાં માર મારવા અને સોશિયલ મીડિયા પર વિવાદિત કન્ટેન્ટ પોસ્ટ કરવાના મામલે કેન્દ્ર સરકાર તથા ગુજરાત સહિત તમામ રાજ્યોને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. આ અરજીનો મૂળ વિષય એ હતો કે 15 જાન્યુઆરી, 2026 ના રોજ, ભારતની માનનીય સુપ્રીમ કોર્ટે PSUL કેસમાં ચુકાદો આપ્યો હતો, જેમાં માનનીય સુપ્રીમ કોર્ટે આ મુદ્દાને સ્પષ્ટ કર્યો હતો અને સમગ્ર ભારતના રાજ્યોને ત્રણ મહિનાની અંદર પોલીસ કર્મચારીઓએ મીડિયાને કેવી રીતે માહિતી આપવી જોઈએ તે અંગે નીતિ ઘડવાનો નિર્દેશ આપ્યો હતો. જ્યાં પોલીસ વિભાગ, જે તેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું સંચાલન કરે છે, આરોપીઓના અપમાનજનક, બદનક્ષીભર્યા, ગેરબંધારણીય અને બિનસંસદીય વીડિયો અપલોડ કરે છે, જેમાં તેમને માર મારવામાં આવતા, દુર્વ્યવહાર કરવામાં આવતા અને અન્ય વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ થતા બતાવવામાં આવે છે જે કાયદેસર નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *