સુરતના ઉમરા વિસ્તારમાં કાફેમાંથી 80 હજારની ચોરી
કાફેમાં જ કામ કરતો કર્મચારી ભાગી છુટ્યો
સીસીટીવીમાં કેદ થતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી
સુરતના ઉમરા વિસ્તારમાં કાફેમાંથી 80 હજારની ચોરી કરી કાફેમાં જ કામ કરતો કર્મચારી ભાગી છુટ્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતમાં હવે કેટલાક વિશ્વાસુ કારીગરો જ ચોરી સહિતના ગુનાઓને અંજામ આપતા હોવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા કાફેના કેશ કાઉન્ટરમાંથી રૂપિયા 80 હજારની મત્તા પર હાથફેરો થયો હતો. કાફેમાં માર્ચ મહિનાથી નોકરી પર લાગેલો પ્રિન્સ સુરેશકુમાર સિંહ કેશ કાઉન્ટરમાંથી રૂપિયા 80 હજારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં પ્રિન્સ બિન્દાસ્તપણે નોટો ગણતો અને ત્યારબાદ રકમ લઈને જતો નજરે પડે છે. હાલ તો ઘટના અંગે કાફે સંચાલકે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
