સુરતમાં ફ્લિપકાર્ટના કુરિયર બોયની કથિત ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફ્લિપકાર્ટના કુરિયર બોયની કથિત ચોરી
કેન્સલ થયેલા પાર્સલો સગેવગે કરીને છેતરપિંડી
કુરિયર બોય ભાવેશ ભાંભરેને ઝડપી પાડ્યો

સુરતમાં ફ્લિપકાર્ટના કુરિયર બોયની કથિત ચોરીની કરતૂતનો પર્દાફાશ થયો હોય તેમ પુણા વિસ્તારમાં કેન્સલ થયેલા પાર્સલો સગેવગે કરીને આશરે 30 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હોવાના આક્ષેપો કરાયા છે.

સુરતના પુણા વિસ્તારમાં આવેલી કુરિયર ઓફિસમાંથી કેન્સલ થયેલા પાર્સલો ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે. છેલ્લા 15 દિવસથી કેન્સલ પાર્સલ જમા ન થતાં વેપારીને શંકા ગઈ હતી. વેપારીએ છટકું ગોઠવી તપાસ કરતા કુરિયર બોય ભાવેશ ભાંભરેને પકડી પાડ્યો હતો. આરોપી ગ્રાહકોના કેન્સલ થયેલા પાર્સલો દાદર મારફતે બેઝમેન્ટના પિલર પાસે સંતાડતો અને સાંજે મોપેડ પર લઈ જતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તો આ સમગ્ર કથિત ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. વેપારીઓએ સ્થળ પરથી અંદાજે 30 હજાર રૂપિયાની કિંમતના 50 જેટલા કેન્સલ પાર્સલ સાથે કુરિયર બોય ભાવેશ ભાંભરેને ઝડપી પાડ્યો હતો. વેપારીની ફરિયાદના આધારે પુણા પોલીસે આરોપી કુરિયર બોય ભાવેશ ભાંભરે વિરૂદ્ધ ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *