સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમેં છ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપી
આરોપી રામઅવતાર ઉર્ફે મહમદ ઈસ્લામ અંસારી ગણપત સ્વામી પકડાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચમાં જ આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને અંકલેશ્વરથી ઝડપી પાડ્યો હતો. તો આરોપી ધરપકડ ટાળવા ઓળખ છુપાવી રહેતો હોવાનુ સામે આવ્યુ છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2020ના આર્મ્સ એક્ટ કેસમાં છેલ્લા 6 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને અંકલેશ્વરના સંજાલી ગામેથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી રામઅવતાર ઉર્ફે મહમદ ઈસ્લામ અંસારી ગણપતભાઈ સ્વામી પોતાની ઓળખ છુપાવવા અલગ-અલગ નામોથી રહેતો હતો. ક્રાઇમ બ્રાન્ચે દોઢ મહિનાની વોચ ગોઠવ્યા બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો. તો આરોપી સામે ક્રાઈમ બ્રાન્ચમાં આર્મ્સ એક્ટ તે ઉપરાંત વાહનચોરી અને ઘરફોડ સહિત અનેક ગુનાઓ નોંધાયેલા છે.
