લીંબડી તાલુકાના ભોજપરા ગામનાં તળાવમાં માછલાંનુ મરણ
અતિશય દુર્ગંધ આવતા ગામલોકો ત્રાહિમામ
ભોજપરા ગામમાં આવેલા તળાવમાં કેમિકલ ઠાલવ્યા હોવાની આશંકા
લીંબડી તાલુકાના ભોજપરા ગામનાં તળાવમાં હજારોની સંખ્યામાં માછલાંનુ મરણ થયું
બડી તાલુકાના ભોજપરા ગામનાં તળાવમાં હજારોની સંખ્યામાં માછલાંનુ મરણ થતા અતિશય દુર્ગંધ આવતા ગામલોકો દ્વારા તળાવમાં તપાસ કરતા હજારોની સંખ્યામાં માછલા મરેલા જોવાં મળ્યાં હતાં. ગામ લોકો દ્વારા તલાટીને જાણ કરતાં તલાટી હરદેવસિંહ ડોડીયા સહિત સરપંચ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ભોજપરા ગામમાં આવેલા તળાવમાં કેમિકલ ઠાલવ્યા હોવાની આશંકા તલાટી હરદેવસિંહ ડોડીયા, ગામનાં સરપંચ સહિત ગ્રામજનો પાણશીણા પોલીસ સ્ટેશનને દોડી ગયાં અને જાણવાંજોગ અરજી દાખલ કરી તેમજ જોડેજોડે તાલુકા પંચાયત કચેરી ખાતે પણ લેખિત જાણ કરવામાં આવી છે. હાલ હજારોની સંખ્યામાં મરેલા માછલાઓની દુર્ગંધ ગામમાં ફેલાવા જવા પામી છે. આ બાબતે આ ગામના તળાવમાં કેમિકલ વાળું પાણી છે કે નહીં આ બાબતે લગત વિભાગને તળાવનાં પાણીનાં સેમ્પલ મોકલવામાં આવશે. ત્યારે આ ઘટના થતાં પર્યાવરણ પ્રેમીઓમાં દુઃખની લાગણી છવાઈ જવા પામી છે ..
