સુરતમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ સ્નેચીંગની ઘટના વધી
લિંબાયત પોલીસે બે રીઢા મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડ્યા
નાસીર ઉર્ફે પપ્પમ પઠાણ અને સમીર ઉર્ફે ચપટ શેખને ઝડપ્યો
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ સ્નેચીંગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લિંબાયત પોલીસે બે રીઢા મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડી બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા અને નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ ડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ કેપી જાડેજા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો શૈલેષસિંહ તથા અનિલકુમાર ને મળેલી બાતમીના આધારે મોબાઈલ સ્નેચીંગના બે ગુનામાં સંડોવાયેલા રીઢાઓ મુળ મહારાષ્ટ્રના નાસીર ઉર્ફે પપ્પમ પઠાણ અને બીજો સમીર ઉર્ફે ચપટ શેખને ઝડપી પાડી તેઓ પાસેથી બે મોંઘાદાટ મોબાઈલ કબ્જે લઈ બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.
