સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અછત

Featured Video Play Icon
Spread the love

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અછત
દાંતની ઓપીડીમાં અડધો સ્ટાફ રજા પર
સામાન્ય સારવાર અને ઓપરેશન માટે પણ લાંબી રાહ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અછતનો ભોગ હવે દર્દીઓ બની રહ્યા છે. દાંતની ઓપીડીમાં અડધો સ્ટાફ રજા પર ઉતરી જતાં સારવાર વ્યવસ્થા ખોરવાઈ છે. જેના કારણે દર્દીઓને સામાન્ય સારવાર અને ઓપરેશન માટે પણ લાંબી રાહ જોવાનો વારો આવી રહ્યો છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાંત વિભાગમાં ડોક્ટરોની અછતને કારણે દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દાંતની ઓપીડીમાં અડધો સ્ટાફ રજા પર હોવાથી દર્દીઓની સારવારની પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. આ સ્થિતિનો ભોગ બનેલા 55 વર્ષીય ભરતભાઈ મિયાણીને દાંતમાં અસહ્ય દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં સારવાર માટે આવવું પડ્યું હતું. પરંતુ જરૂરી તપાસ બાદ તેમને દાંતના ઓપરેશન માટે સીધી 50 દિવસ પછીની તારીખ આપવામાં આવી હતી. એક તરફ દર્દી સતત પીડા સહન કરી રહ્યો છે, તો બીજી તરફ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની અછતને કારણે સમયસર સારવાર ન મળતાં દર્દીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

દર્દીઓનું કહેવું છે કે સરકારી હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો સારવાર માટે આવે છે, પરંતુ ડોક્ટરોની અછતના કારણે લાંબા સમય સુધી રાહ જોવાની ફરજ પડી રહી છે. તેઓએ આરોગ્ય તંત્રને તાત્કાલિક પૂરતા ડોક્ટરોની નિમણૂક કરીને દર્દીઓને સમયસર સારવાર મળે તેવી માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *