સુરેન્દ્રનગર નેશનલ હાઈવે ૪૭ ઉપર આવેલ હોટલમાં તપાસ
એમઆરપી કરતાં વધુ ભાવ વસૂલતી ચારથી પાંચ હોટલ સામે કાર્યવાહી
રૂપિયા પચાસ હજારનો દંડ વસુલ કર્યો
સુરેન્દ્રનગર નાયબ કલેક્ટર ચોટીલા એચ. ટી. મકવાણાએ જુદી જુદી ટીમો બનાવી ચોટીલા નેશનલ હાઈવે ૪૭ ઉપર આવેલ જુદી જુદી હોટલ માં તપાસ હાથ ધરી એમઆરપીકરતાં વધુ ભાવ વસૂલતી ચારથી પાંચ હોટલના માલીકો સામે કાર્યવાહી કરી રૂપિયા પચાસ હજારનો દંડ વસુલ કર્યો સાથે સાથે ભવિષ્યમાં ફરી વાર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરે માટે ભારતીય નાગરિક સુરક્ષા સહીત ૨૦૨૩ ની કલમ ૧૨૯ હેઠળ સારા વર્તન અંગે જામીનગીરી ની કાર્યવાહી હાથ ધરી
ચોટીલા સબ ડીવીઝન હેઠળના તાલુકામાં કોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તે અંગેની વિગતો મોકલી આ૫વા નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ બાતમી આ૫વા વોટસઅ૫ નંબર ૮૭૯૯૨૩૧૪૦૪ જાહેર કરેલ. જે નંબર ઉ૫ર બાતમી મળેલ કે ચોટીલા ખાતે દરરોજ અનેક પ્રવાસીઓ દર્શનાર્થે આવતા હોય છે જેમાં નેશનઇ હાઇવે ઉ૫રની અનેક હોટલોમાં બસ ઉભી રાખી યાત્રીકો જમતા/ નાસ્તો કરતા હોય છે, જેનો લાભ લઇ નેશનલ હાઇવે ઉ૫ર આવેલ અનેક હોટલોમાં દરેક વસ્તુમાં MRP કરતાં વધુ ભાવ વસૂલવામાં આવે છે. આ બાતમીના આઘારે નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ ટીમ બનાવી જેમાં નાયબ કલેકટર કચેરી ચોટીલા, મામલતદાર કચેરી ચોટીલા અને તોલમા૫ વિભાગના અઘિકારીઓ/ કર્મચારીઓની સંયુકત ટીમો બનાવી ખાનગી રાહે તપાસ કરતા નેશનલ હાઇવે ઉ૫ર હોટલોમાં પેકેજ્ડ પીવાના પાણી, ઠંડા પીણાં તથા અન્ય પેકેજ્ડ ચીજવસ્તુઓમાં ગ્રાહકો પાસેથી MRP કરતાં વધુ ભાવ વસૂલવામાં આવતા હોવાનું સાબીત થયું હતું.
Legal Metrology (Packaged Commodities) Rules હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શ્રી રાજ રાજેશ્વરી હોટલ , રાજ મહેલ હોટલ , શ્રી કૃષ્ણા હોટલ , આશાપુરા હોટલ, બંસી હોટલ, એમ પાંચેય હોટેલ સંચાલકો પાસેથી નિયમોનો ભંગ બદલ દરેક હોટલ માલિક પાસેથી રૂપિયા દશ-દશ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો તેમજ હોટલ માલીકો દ્વારા હોટલમાં પુન: આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે તો હોટલો સીલ મારવા અંગેની કડક કાર્યવાહી હાથ ઘરવામાં આવશે જેવી સુચના આપવામાં આવી હતી
