સુરતમાં અસામાજિક તત્વોનો આતંક

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક
સલાબતપુરા પોલીસ મથકની હદમાં ઝાંપા બજાર ખાતે ગુંડાગીરી
માથાભારે આસિફ ગાંડાએ તિક્ષ્ણ હથિયાર સાથે ગુંડાગીરી કરી

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે સલાબતપુરા પોલીસ મથકની હદમાં ઝાંપા બજાર ખાતે માથાભારે ઈસમે તિક્ષ્ણ હથિયાર સાથે ગુંડાગીરી કરી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થતા ચકાર મચી ગઈ હતી.

સુરતના સલાબતપુરા પોલીસ મથક હદના ઝાંપા બજાર વિસ્તારમાં એક યુવક હાથમાં તિક્ષ્ણ હથિયાર લઈને ધમાલ મચાવતો સીસીટીવીમાં કેદ થયો હતો. તો અસામાજિક તત્વ આસિફ ઉર્ફે ગાંડો ચાકુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેની સાથે અન્ય કેટલાક ઇસમો પણ હાજર હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ એક મકાનમાં ઘૂસી ગાળાગાળી કરી અને અભદ્ર વર્તન કર્યું હતું. હાલ આ વાયરલ વિડીયોને લઈ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવુ રહ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *