સુરત રાજગીરી ગામની સરકારી જમીનમાં જીઆઈડીસી
જીઆઈડીસીને ફાળવવાના પ્રસ્તાવ સામે ગ્રામજનોમાં ભારે રોષ
ચારથી પાંચ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ કાર્યરત છે
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના રાજગીરી ગામની સરકારી જમીન જીઆઈડીસીને ફાળવવાના પ્રસ્તાવ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના રાજગીરી ગામની સરકારી સર્વે નંબર વાળી જમીનની માંગણી જીઆઈડીસી દ્વારા કરવામાં આવતા ગ્રામજનોએ સખત વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ જમીન વર્ષોથી પશુપાલકો માટે ચરિયાણ તરીકે ઉપયોગમાં લેવાઈ રહી છે, જ્યાં રાજગીરી તેમજ આસપાસના ગામોના પશુઓ ચરવા આવે છે.આ જમીન પર સરકાર દ્વારા ઉછેરવામાં આવેલા મેન્ગ્રોવના વૃક્ષો પણ આવેલા છે, જે દરિયાકાંઠાના ધોવાણને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉપરાંત ગામના યુવાનો માટે અહીં ચારથી પાંચ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ કાર્યરત છે.તાજેતરમાં જમીનની માપણી માટે સરકારી સર્વેયરો પહોંચતા ગ્રામજનોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.
