અમદાવાદ બાપુનગરમાં પોલીસની સતર્કતાથી યુવકનો જીવ બચ્યો
ઘર કંકાસથી કંટાળીને સુસાઈડ નોટ લખીને ઘરેથી નીકળી ગયો
હું ગાંધીનગર નર્મદા કેનાલમાં આપઘાત કરવા જઈ રહ્યો છું
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતો યુવક ઘર કંકાસથી કંટાળીને સુસાઈડ નોટ લખીને ઘરેથી નીકળી ગયો હતો. પત્નીએ બાપુનગર પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા યુવકને ફોન કરવામાં આવ્યો હતો તેણે કહ્યું હતું કે, હું ગાંધીનગર નર્મદા કેનાલમાં આપઘાત કરવા જઈ રહ્યો છું. જેથી, પોલીસે તાત્કાલિક મોબાઈલનું લોકેશન મેળવીના રીક્ષાના આધારે તેને શોધી કાઢ્યો હતો.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતો યુવક ઘરકંકાસથી કંટાળીને પોલીસને રડતા-રડતા પોતાની તકલીફ જણાવી હતી ત્યારે પોલીસે તેને આશ્વાસન આપ્યું હતું. તારા બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે અને કોઈ પણ તકલીફ હોય તો પોલીસની મદદ લેવી જોઈએ અને સમજાવટ બાદ તેને બાપુનગર લાવીને તેનો જીવ બચાવ્યો હતો. બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી. કે. ગઢવીએ જણાવ્યું હતું કે મોડી રાતે યુવક ઘરે સુસાઇડ નોટ લખીને રીક્ષા લઈને નીકળી ગયો હતો. પરિવારજનો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ત્યારે હું મારી ટીમ સાથે લોકેશન અને રીક્ષાના પાછળ ફોટા અને આધારે તેની શોધખોળ શરૂ કરી હતી અને ગાંધીનગર જિલ્લાની હદમાં નરોડા નજીક કેનાલ પાસે થી યુવકને શોધી કાઢ્યો હતો. યુવકને તેના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની સાંત્વના આપી હતી અને તેને સહી સલામત ઘરે પરત લાવી પરિવારજનોને સોપ્યો હતો.
બાપુનગર વિસ્તારમાં 33 વર્ષીય યુવક પરિવાર સાથે રહે છે. ઘરમાં કોઈ કારણોસર તકરાર ચાલતી હતી. આ દરમિયાન રાત્રિના સમયે બોલાચાલી થયા બાદ એક સ્યૂસાઇડ નોટ લખી હતી . જેમાં કોઈપણ વ્યક્તિનો વાંક નથી અને પોતે આત્મહત્યા કરવા જાય છે એવું લખાણ લખીને ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ ઘરમાં પત્નીની હાથમાં સુસાઈડ નોટ આવી ગઈ હતી જેથી તેમણે અવારનવાર ફોન કર્યા હતા પરંતુ ફોન ઉપાડ્યા નહીં અને ત્યારબાદ પોતે આત્મહત્યા કરવા જાય છે એવી વાત કરી હતી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
