સુરતમાં ચપ્પુની અણીએ બારડોલીના સેલ્સમેનને ગોંધી રોકડ રકમ લૂંટી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ચપ્પુની અણીએ બારડોલીના સેલ્સમેનને ગોંધી રોકડ રકમ લૂંટી
વેસુ વિસ્તારમા મની આર્કેડ શોપિંગ મોલમા લૂંટના ઈરાદે ધમકાવી ગોંધી રાખ્યો
ઉધના ખાતે રહેતો આરોપી અજય રાજેન્દ્ર ખલાણે ઝડપાઈ ગયો

ચપ્પુની અણીએ બારડોલીના સેલ્સમેનને વેસુ વિસ્તારમા મની આર્કેડ શોપિંગ મોલમા લૂંટના ઈરાદે ધમકાવી બળજબરીથી લિફ્ટમા ગોંધી રાખી રોકડ રકમ લૂંટી અને ઓનલાઈન રકમ પણ ટ્રાન્સફર કરાવનાર આરોપીને વેસુ પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 3 જુનના રોજ બારડોલીના એક સેલ્સમેનને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી, મની આર્કેડ શોપિંગ મોલ વેસુ ખાતે ધમકાવી બળજબરી પૂર્વક લિફ્ટમાં ગોંધી રાખી તેની સાથે મારામારી કરી હતી. આરોપીએ બળજબરીપૂર્વક ભોગ બનનાર ફરિયાદી પાસેથી રોકડ રકમ 3500 રૂપિા પડાવી લીધી હતા તેમજ મોબાઈલ ફોનમાંથી 14000 જેટલી રકમ નેટ બેન્કિંગ મારફતે અન્યના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી 17 હજાર 500ની લૂંટ ચલાવી હતી. તો લુંટ દરમિયાન ભોગબનનારે પોલીસ જન રક્ષક 112 કોલ ઉપર બનાવની જાણ કરતા તુરંત જ ગંભીર બનાવની તપાસ વેસુ પોલીસ દ્વાર કરવામાં આવતા સીસીટીવી ફૂટેજ વર્ણન મુજબના ઈસમોની તપાસ કરતા બનાવ સ્થળ પાસે મળી આવતા તેઓને ઓળખી કાઢી પકડવા જતા આરોપીઓમાંથી એક આરોપી ઉધના ખાતે રહેતો અજય રાજેન્દ્ર ખલાણે ઝડપાઈ ગયો હતો. જેની વિરૂદ્ધ અગાઉ ઉધનના અને પાંડેસરામાં લુંટ, ખંડણી, મારામારી જેવા ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે તેનો સાથીદાર પ્રદીપ જયરામ આહીરે ભાગી છુટ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *