સુરત પાલિકાના કતારગામ ઝોન ઓફિસમાંથી મારામારી

Featured Video Play Icon
Spread the love

સુરત પાલિકાના કતારગામ ઝોન ઓફિસમાંથી મારામારી
ઝોન ઓફિસના પાર્કિંગમાં છૂટ્ટા હાથની મારામારી
અધિકારીઓ અને કર્મચારીઓની કાર્યશૈલી સામે અનેક સવાલો

સુરત પાલિકાના કતારગામ ઝોન ઓફિસમાંથી મારામારીનો વીડિયો વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે. ઝોન ઓફિસના પાર્કિંગમાં જ એક અધિકારી અને કર્મચારી વચ્ચે છૂટ્ટા હાથની મારામારી સર્જાઈ હોવાની વાત જોવા મળી હતી.

સુરતના કતારગામ ઝોન ઓફિસમાં બનેલી મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચર્ચા મુજબ વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન એક અધિકારી અને કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી. ઝોન ઓફિસની અંદર શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં ઉગ્ર બન્યો અને બંને વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી. ત્યારબાદ મામલો પાર્કિંગ સુધી પહોંચ્યો હતો, જ્યાં પટાવ વડે પણ માર મારવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. ઘટનાના વીડિયો વાયરલ થતા મનપાના અધિકારીઓ અને કર્મચારીઓની કાર્યશૈલી સામે અનેક સવાલો ઊભા થયા છે. હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *