કુંભારવાડા નારી રોડ નું નિર્માણ કાર્ય તદ્દન મંદ ગતિએ

Featured Video Play Icon
Spread the love

કુંભારવાડા નારી રોડ નું નિર્માણ કાર્ય તદ્દન મંદ ગતિએ
રોડ નિર્માણની ધીમી કામગીરીને પગલે અકસ્માતો સર્જાઈ
વાહન ચાલકો, રાહદારીઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે

ભાવનગર શહેરના કુંભારવાડા થી નારી ગામ મુખ્ય હાઇવે ને જોડતા માર્ગ નું નવીનીકરણ છેલ્લા છ માસ કરતા વધુ સમયથી ચાલી રહ્યો છે આ રોડ નવનિર્માણની કામગીરી તદ્દન મંદ ગતિએ ચાલતી હોવાના કારણે આ રોડ પર દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે જેને પગલે નિર્દોષ લોકો ને ઈજા થવા સાથે વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે આ રોડની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા લોકો માંગ પ્રબળ બની છે.

ભાવનગર શહેરના કુંભારવાડા થી નારીને જોડતા મુખ્ય માર્ગ સમારકામ-નવનિર્માણની કામગીરી 6 માસ કરતા વધુ સમયથી તદ્દન મંદ ગતિએ ચાલી રહી છે રોડ નવનિર્માણના કારણે આ રોડ વ્યાપક પ્રમાણમાં ખોદી નાંખવામાં આવ્યો છે મુખ્ય રોડના સમારકામને લઈને તંત્ર દ્વારા અન્ય હંગામી રોડ કે બાયપાસ રોડની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી જેને પગલે ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર દરરોજ નાના મોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે ખાસ કરીને રાત્રિના સમયે રોડ નિર્માણ કાર્ય શરૂ છે એવી કોઈ ચેતવણી પણ આ રોડ પર મૂકવામાં ન આવ્યું હોવાના કારણે લોકો ભૂલથી આ રોડ પર ઉતરી જાય છે અને ખોદી કઢાયેલા રોડના કારણે વાહનો સાથે ખાડામાં ફસાઈ જવા ઉપરાંત ખાળિયામાં ઉતરી જવાના બનાવો સાથે વાહન અકસ્માતના બનાવ પણ દરરોજ સર્જાતા રહે છે છ મહિનાથી ચાલતી આ કામગીરીને પગલે સૌથી વધુ મુશ્કેલી આ રોડનો મહત્તમ ઉપયોગ કરનારા એવી વાહન ધારકો છે ચોમાસુ નજીક આવી પહોંચ્યું છે ત્યારે હજુ પણ રોડ નવનિર્માણની કામગીરી પૂર્ણ થઈ ન હોવાના કારણે ચોમાસા દરમિયાન સમસ્યામાં વધારો થવાની સંભાવના પૂરેપૂરી છે ત્યારે વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવા લોક માંગ પ્રબળ બની છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *