રૂપમ ચોકમાં યુવાન પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો

Featured Video Play Icon
Spread the love

રૂપમ ચોકમાં યુવાન પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો
બોલાચાલીની અદાવત રાખી હથિયારો વડે હુમલો કરાયો
ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડાયો
હુમલાખોરો સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

ભાવનગર શહેરના રૂપમ ચોક વિસ્તારમાં બોલાચાલીની અદાવતને લઈ એક યુવાન પર ચાર શખ્સોએ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા શ્રમજીવી યુવાનને એક શખ્સ સાથે પાંચ દિવસ પૂર્વે બોલાચાલી થઈ હોય આ વાતની દાજ રાખીને હુમલાખોર શખ્સ તથા તેના ત્રણ સાગરી તો એ હથિયારો વડે ફરિયાદી યુવાન પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારે વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ ત્રણ માળીયા રૂમ નંબર એકમાં રહેતો અને મજૂરીકામ સાથે સંકળાયેલા સંજય દેવરાજભાઈ ગોહિલ ઉંમર વર્ષ 21 ને આજથી પાંચ દિવસ પહેલા રૂપમ ચોકમાં કરણ ઉર્ફે દાઉદ નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી આ વાતની કારણે મનોમન દાઝ રાખી હતી અને બોલાચાલી નું વેર વાળવાનો નિર્ણય કર્યો હતો જેમાં ગતરોજ ફરિયાદી યુવાન સંજય ના રૂપમ ચોકમાં હાજર હોય ત્યારે કરણ ઉર્ફે દાઉદ, બાદશાહ, હાર્દિક તથા એક અજાણ્યો શખ્સ આ ચારે વ્યક્તિઓ ફરિયાદી સંજય પાસે આવ્યા હતા અને કારણે બોલાચાલીની દાઝ રાખી ફરી ઝઘડો કર્યો હતો અને ચારે શખ્શોએ ફરિયાદી સંજય પર પાઇપ, છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી અને આ ચારેય શખ્સોએ ફરિયાદીને ઢીકાપાટુનો મૂંઢમાર પણ માર્યો હતો લોકોના ટોળા એકઠા થતા ચારેય હુમલાખોરો એ સંજય ને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા ઇજાગ્રસ્ત સંજયને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર બાદ તેણે ચારેય હુમલાખોરો વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *