સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી ફરી એકવાર ઇંગ્લિશ દારૂ
રેલવે પરિસરમાં ચાલતી દારૂની હેરાફેરીનો મુદ્દો ફરી ચર્ચામાં
જાગૃત નાગરિકોએ દારૂનો જથ્થો ઝડપી આરપીએફને સોંપ્યો
સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી ફરી એકવાર ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાતા રેલવે પરિસરમાં ચાલતી દારૂની હેરાફેરીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. જાગૃત નાગરિકોએ દારૂનો જથ્થો ઝડપી આરપીએફને સોંપ્યો હતો. હવે પ્રશ્ન એ છે કે આ કેસમાં કાર્યવાહી કોના વિરુદ્ધ થશે? તેવા સવાલો ઉભા થયા છે.
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ફરી એકવાર ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો છે. રેલવે પરિસરમાં દારૂની હેરાફેરી થતી હોવાના બનાવે અનેક સવાલો ઉભા કર્યા છે. એક જાગૃત નાગરિકોએ શંકાસ્પદ હાલતમાં મુકાયેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો અને તરત જ આરપીએફને જાણ કરી જથ્થો સોંપી દીધો હતો. આ ઘટના બાદ રેલવે તંત્રની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવતાં રેલવે તંત્રની મિલીભગત હોવાની ચર્ચાઓ પણ તેગ બની છે. હવે જોવાનું એ રહેશે કે આરપીએફ અને જીઆરપી આ મામલે કોના નામે ગુનો નોંધે છે, કોને વોન્ટેડ જાહેર કરે છે અને દારૂની હેરાફેરીના મૂળ સુધી પહોંચવામાં કેટલા સફળ રહે છે. ઉધના સ્ટેશન પર બનેલી આ ઘટના ફરી એકવાર રેલવે સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલતી નજરે પડી રહી છે.
