માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારાવિજય વિશ્વાસ રેલી યોજી નેજનતા જનાર્દનનો આભાર માન્યો.
માંડવી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી એ માંડવી નગરપાલિકાના 24 બેઠકોમાંથી 22 બેઠકો જંગે લીડ થી જીતી જે ભવ્ય વિજય રેલી યોજી હતી. જેમાં સંસદભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ પારેખ, નગરના પ્રભારી અજીતસિંહ, ડો. આશિષભાઈ ઉપાધ્યાય, માડી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, ધર્મેન્દ્રસિંહ મહિડા જોડાયા હતા અને તેમણે જણાવ્યું હતું કે, માંડવી નગરની પ્રજા વિકાસની રાજનીતિ પર અડગ છે અને વિશ્વાસની મહોર મારી . ૨૪ માંથી ૨૨ બેઠકો પર કેસરીયો લહેરાવીને માંડવીની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ માત્ર અને માત્ર વિકાસની સાથે છે.વિકાસના આ વિજય બદલ તમામ જાગૃત મતદારોનો હૃદયપૂર્વક આભાર અને રાત-દિવસ મહેનત કરનાર દેવદુર્લભ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
