સુરત શહેરમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે પોલીસ વિભાગ દ્વારા માનવતાવાદી અને સરાહનીય કામગીરી

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે પોલીસ વિભાગ દ્વારા માનવતાવાદી અને સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગરમીથી ત્રાહિમામ પોકારી રહેલા રાહદારીઓ અને વાહનચાલકોને રાહત આપવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.શહેરના ભાગળ ચાર રસ્તા ખાતે ટ્રાફિક ડીસીપી પોતે હાજર રહીને લોકોને છાશ પીવડાવી, અને ગરમીમાં થોડો રાહત અનુભવાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ કર્મચારીઓએ પણ સેવા ભાવના સાથે માર્ગ પર ઉભા રહી લોકોને છાશ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.સ્થળ પર હાજર રહેલા લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવતા કહ્યું કે, આવા પ્રયાસો સમાજમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને લાગણી વધારે છે. ઉનાળાની કડકડતી ગરમીમાં આવી સેવા ખરેખર પ્રશંસનીય છે.ઉલ્લેખનીય છે કે, હાલ શહેરમાં બપોરના ૧ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ટ્રાફિક પોલીસ અને જનતા બંનેને ગરમીથી થોડી રાહત મળી શકે. સુરત પોલીસની આ પહેલ સમાજ માટે એક પ્રેરણારૂપ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *