સુરત મહિધરપુરા પોલીસ મથકમાં નવ વર્ષથી નાસતા ફરતા આરોપી
લાખોના બેન્ક ફ્રોર્ડના ગુનામાં નવ વર્ષથી નાસતા ફરતા આરોપી
આરોપી જીતેન્દ્ર દેવરામભાઈ માછીને ઝડપ્યો
સુરત મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા લાખોના બેન્ક ફ્રોર્ડના ગુનામાં નવ વર્ષથી નાસતા ફરતા આરોપીને નાયબ પોલીસ કમિશનર ઝોન 3ની ટીમે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનરની સુચનાને લઈ નાયબ પોલીસ કમિશનર ઝોન 3ની એલસીબીની ટીમના પીએસઆઈ એમજી ભાદરકાના સ્ટાફના અહેકો વિકાસભાઈ તથા અપોકો ભરતભાઈ અને પ્રદિપકુમારએ બાતમીના આધારે મહિધરપુરા પોલીસ મથકમાં વર્ષ 2017માં એટલે કે 9 વર્ષ અગાઉ 47 લાખ 50 હજારના બેન્ક ફ્રોર્ડના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા જીતેન્દ્ર દેવરામભાઈ માછીને ઝડપી પાડી તેનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
