સિંગણપોરમાં એક વર્ષ અગાઉ લગ્ન કરેલા દંપતિએ આપઘાત કર્યો.
ભાવેશ અને તેજલ ચુડાસમાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો.
એક વર્ષ અગાઉ લગ્ન કરનાર દંપતિએ સાથે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સિંગણપોર ડભોલી વિસ્તારમાં આવેલ રાજપુત ફળિયામાં રહેતા અને એક વર્ષ અગાઉ જ લગ્નગ્રંથીથી જોડાયેલા ભાવેશ ચુડાસમા અને તેજલ ચુડાસમાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. દંપતિએ કરેલા આપઘાતને લઈ આખા વિસ્તારમાં ચકચાર અને ગમગીની છવાઈ ગઈ હતી જો કે આપઘાતનુ કારણ સામે આવ્યુ નથી. ત્યારે હાલ પરિવાર દ્વારા દંપતિના આપઘાત મામલે તટસ્થ તપાસની માંગણી કરાઈ હોય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
