આજે ગુડ ફ્રાઇડેના દિવસે ચર્ચમાં પ્રાર્થના
ક્રિશ્ચન સમાજ દ્વારા આ દિવસ પ્રાર્થના તરીકે ઉજવાય છે.
આજે ગુડ ફ્રાઇડે છે સુરત સહિત દેશ અને દુનિયાભરમાં ક્રિશ્ચન સમાજ દ્વારા આ દિવસ પ્રાર્થના તરીકે ઉજવાય છે. પ્રભુ ઈસુ ના દુઃખ યાદ કરી ચર્ચમાં પ્રાર્થના કરવામાં આવી હતી.
આજે ગુડ ફ્રાઇડે નો દિવસ સુરત સાહેબ રાજ્ય દેશ અને દુનિયાભરમાં ખ્રિસ્તી મિશનરીમા મનાવવામાં આવી રહ્યો છે ત્યારે સુરત શહેરના ખ્રિસ્તી મિશનરી ખાતે હાજર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજનો દિવસ પ્રભુ ઈસુને યાદ કરીને પ્રભુ ઈસુનો દુઃખ અને મહાવ્યથા ને યાદ કરી રહ્યા છે. પ્રભુ ઈસુ ના મૃત્યુ ના 14 સ્થાનોને યાદ કરી રહ્યા છીએ. કોઈપણ માણસ એમ ન કહી શકીએ કે પ્રભુ ઈસુ કરતા મારું દુઃખ મોટું છે કારણ કે પ્રભુ ઈસુએ સૌથી વધારે દુઃખ સહન કર્યું છે ત્યારે આજે સવારથી ગુડ ફ્રાઇડે નિમિત્તે દરેક ચર્ચમાં પ્રાર્થના કરવામાં આવતી દેખાતી હતી અને પ્રભુ ઈસુ પાસે બે હાથ ફેલાવી પ્રાર્થના કરતા દેખાતા હતા.
