અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ

Featured Video Play Icon
Spread the love

અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ
હનુમાન જન્મોત્સવ પૂર્વે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમ્પ હનુમાન પહોંચી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી.

અમદાવાદમાં ઐતિહાસિક કેમ્પ હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાદાની સામૂહિક આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

અમદાવાદમાં ઐતિહાસિક કેમ્પ હનુમાન મંદિર ખાતે ૨૦ ટ્રક, ૨૦૦ બુલેટ સવારો અને લાઈવ મ્યુઝિક સાથે નીકળેલી આ યાત્રાએ આકર્ષણ જમાવ્યું છે. ભક્તિમય માહોલમાં યોજાયેલા આ ઉત્સવમાં હજારો શ્રદ્ધાળુઓએ હનુમાન ચાલીસાના પાઠ કરી ધન્યતા અનુભવી હતી. આ શોભાયાત્રા સાંસ્કૃતિક વિરાસત અને અતૂટ આસ્થાનું પ્રતીક બની રહી છે, શાહીબાગ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક કેમ્પ હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીના પવિત્ર પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તોની અતૂટ આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરમાં વહેલી સવારથી જ દાદાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ અવસરે મંદિર પરિસરમાં આયોજિત ભવ્ય શોભાયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર વાતાવરણ ‘જય શ્રી રામ’ અને ‘જય હનુમાન’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી ભક્તિમય માહોલ સર્જાયો હતો.

હનુમાન જયંતીના આ મંગલમય દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેમ્પ હનુમાન મંદિરમાં વિશેષ હાજરી આપી હતી. તેમણે દાદાના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યની સુખાકારી અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ હજારો ભક્તોની સાથે મળીને સામૂહિક આરતી ઉતારી હતી અને શ્રદ્ધાપૂર્વક હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા હતા. મુખ્યમંત્રીની ઉપસ્થિતિએ આ ઉત્સવની રોનકમાં ઓર વધારો કર્યો હતો, અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *