ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો સામે એક્શન

Featured Video Play Icon
Spread the love

ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો સામે એક્શન
આડોડીયાવાસમાં એસપી ડૉ.નીતેશ પાંડેનું બુલડોઝર ફરી વળ્યું

ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો અને પ્રોહી બુટલેગરો સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારના આડોડીયાવાસ વિસ્તારમાં આજે વહેલી સવારથી ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી છે.

આડોડીયાવાસ વિસ્તારમાં કેટલાક પ્રોહી બુટલેગરો તથા અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે રહેઠાણ અને દુકાનો ઉભી કરવામાં આવી હતી. સમગ્ર મામલાની તપાસ બાદ એસપીના માર્ગદર્શન હેઠળ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ સાથે મળીને મોટી ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હિટાચી અને જેસીબી જેવી મશીનોની મદદથી ગેરકાયદેસર બાંધકામોને ધરાશાયી કરવામાં આવી રહ્યા છે. કામગીરી દરમિયાન સુરક્ષા માટે 8 જેટલા પી.આઈ., 20 જેટલા પી.એસ.આઈ. અને 200 થી વધુ પોલીસકર્મીઓનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 8 જેટલા અસામાજિક તત્વોના મકાનો અને અંદાજે 12 થી 15 દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. “સરકારી જમીન પર કબજો કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને આગામી સમયમાં પણ આવા તત્વોને ટાર્ગેટ કરવામાં આવશે.” જ્યાં સરકારી અથવા મામલતદાર હસ્તકની જમીન પર ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે, તેવી જગ્યાઓને પણ લોકેટ કરી લેવામાં આવી છે અને આગામી સમયમાં તેમની સામે પણ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભાવનગરમાં તંત્રની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ચકચાર મચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *