રીક્ષામાં એકલી વૃદ્ધ મહિલાઓને બેસાડી ઘરેણા ચોરી
સોનાના ઘરેણા ચોરી કરતી ગેંગના મુખ્યા અને મહિલા ઝડપાયા
ચારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી
રીક્ષામાં એકલી વૃદ્ધ મહિલાઓને બેસાડી તેઓના સોનાના ઘરેણા ચોરી કરતી ગેંગના મુખ્યા અને મહિલા સહિત ચારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત શહેરના રાંદેર, અડાજણ, પાલ અને જહાંગીરપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પુરૂષ અને મહિલાની ટોળકી નાના બાળક સાથે રાખી ગેર ફાયદો ઉઠાવી ઓટો રિક્ષામાં વૃદ્ધ મહિલાઓને પેસેન્જર તરીકે બેસાડી દાગીના ચોરી કરતી હોવાની વાત સામે આવતા સુરત પોલીસ કમિશનર દ્વારા ટોળકીને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો મેદાને હતી ત્યારે ઓલપાડ જહાંગીરપુરા રોડ પર નાયરા પેટ્રોલ પંપ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે કાશીરામ જાદવભાઈ સોલંકી, શંકરભાઈ ધરમશીભાઈ સોલંકી, અરવિંદ કાનજીભાઈ ધડુક અને ગૌરીબેન દયારામ જાદવ સોલંકીને ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓની પુછપરછ કરતા તેઓએ અડાજણ, પાલ, જહાંગીરપુરા વિસ્તારમાં 14 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબુલાત કરી હતી. તો આ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ માહિતી આપી હતી.
