ગણદેવીમાં ગાડી નીચે કચડીને હત્યા કરનાર આરોપીનો વરઘોડો
પ્રિન્ટ કરવાની ના પાડતા ઉશ્કેરાઈ હત્યા કરી હતી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. ઝડપી કાર ચલાવવાના વિવાદની અદાવત રાખી એક યુવકે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ઉભેલા 47 વર્ષીય હસમુખ આહીર પર કાર ચઢાવી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા હસમુખ આહીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડવા ચાર ટીમો રવાના કરી હતી જેમાં સફળતા મળી છે
પ્રાથમિક માહિતી અનુસાર નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામમાં હિટ એન્ડ રનની ઘટનામાં શુક્રવારે બપોરે શરૂ થયેલા વિવાદનું પરિણામ છે. ખાપરવાડા ગામનો કૃપલ પટેલ તેની કાળા રંગની વર્ના કાર પૂરઝડપે ચલાવી રહ્યો હતો. ગ્રામજનોએ તેને રોકીને ઝડપી કાર ચલાવવા બદલ ઠપકો આપ્યો હતો. આ ઠપકાથી ઉશ્કેરાયેલા કૃપલે રાત્રે જોઈ લેવાની ધમકી આપી હતી. શુક્રવારે રાત્રે આશરે 8:30 વાગ્યે, હસમુખભાઈ ઝીણાભાઈ આહીર (ઉં.વ. 47) ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે મિત્રો સાથે બેઠા હતા. તે સમયે આરોપી કૃપલ પટેલ તેની કાળા રંગની કાર લઈને ત્યાં આવ્યો હતો. તેણે હસમુખભાઈને ટક્કર મારી અને ત્યારબાદ તેમના પર કાર ચઢાવી દીધી હતી. ઘટના બાદ કૃપલ પટેલ અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. માહિતી આપતા DYSP ભગીરથસિંહ ગોહિલ જણાવે છે કે, ખાપરવડા ગામે ગઈકાલે હસમુખભાઈ ઝીણાભાઈ તેમજ ગામના બીજા બે-ચાર જણા આગેવાનો ત્યાં બેઠા હતા અને ત્યાં આ કામના આરોપી કૃપાલ પટેલએ પોતાની કાર ખૂબ ઝડપે આ લોકો ઉપર સ્ટંટ કરવાના બહાને ચડાવી અને પછી ફરીથી રિવર્સ લઈ અને હસમુખભાઈ જે મરનાર છે તેની ઉપર ગાડી ચડાવેલી અને તેનું મૃત્યુ નીપજાવ્યું હતું.
બીલીમોરા પોલીસ મથકે કાળા રંગની કારના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી કૃપલ પટેલ બુટલેગર પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ તે ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેની ધરપકડ કરવા માટે ચાર અલગ-અલગ ટીમો બનાવી છે. આરોપી દમણ તરફ ભાગ્યો હોવાની શંકાના આધારે પોલીસે સર્ચ ઓપરેશન તેજ કર્યું છે. કૃપાલની ધરપકડ બાદ મર્ડરનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
