નવસારીના ગણદેવી તાલુકાના કલવાચ ગામે તાળાબંધી

Featured Video Play Icon
Spread the love

નવસારીના ગણદેવી તાલુકાના કલવાચ ગામે તાળાબંધી
પ્રાથમિક શાળામાં ત્રણ દિવસથી તાળાબંધી યથાવત
ગ્રામજનોએ શિક્ષિકાની બદલીની માંગ કરી

નવસારીના ગણદેવી તાલુકાના કલવાચ ગામે પ્રાથમિક શાળામાં ત્રણ દિવસથી તાળાબંધી યથાવત ગ્રામજનોએ શિક્ષિકાની બદલીની માંગ કરી

નવસારી જિલ્લાની કલવાચ પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રણ દિવસથી વાલીઓ દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી છે. શાળામાં કાર્યરત શિક્ષિકા રૂપાબેનની તાત્કાલિક બદલી કરવાની માંગ સાથે વાલીઓ મક્કમ બન્યા છે. સ્થાનિક વાલીના જણાવ્યા અનુસાર, “જ્યાં સુધી શિક્ષિકાની બદલી નહીં થાય ત્યાં સુધી અમે શાળાના તાળા ખોલીશું નહીં. જો તાળા ખોલવામાં આવશે તો પણ અમે અમારા બાળકોને શાળાએ મોકલીશું નહીં. જરૂર પડશે તો અમે વધુ મોટી સંખ્યામાં ઉગ્ર આંદોલન કરીશું.” છેલ્લા ત્રણ દિવસથી એક સ્થાનિક શાળામાં ચાલી રહેલી તાળાબંધીને કારણે શિક્ષણ કાર્ય ખોરવાયું છે. શાળાના આચાર્ય દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *