પાંડેસરામાં 16 વર્ષીય કિશોરની હત્યા,

Featured Video Play Icon
Spread the love

પાંડેસરામાં 16 વર્ષીય કિશોરની હત્યા,
તીક્ષ્ણ હથિયારના હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત કિશોરનું સારવાર દરમિયાન મોત
ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી

સુરતના પાંડેસરા વિસ્તારમાં 16 વર્ષીય કિશોરની હત્યાની કરાતા ચકચાર મચી ગઈ હતી. જુના ઝઘડાના સમાધાન માટે ગયેલા કિશોર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતમાં ગુનેગારો બેફામ બની રહ્યા છે ત્યારે પાંડેસરા હીરાનગર વિસ્તારમાં ખૂની ખેલ ખેલાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પાંડેસરામાં 16 વર્ષીય દેવા ગુપ્તા પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. દેવા ગુપ્તા સામાન્ય પરિવારમાંથી આવતો હતો અને સ્કૂલમાં વેકેશન હોવાથી સાડીની દુકાનમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. અગાઉ થયેલા ઝઘડાના સમાધાન માટે દેવા પોતાના મિત્રો સાથે ગયો હોવાનું સામે આવ્યું છે. સમાધાન દરમિયાન અચાનક તેના પર હુમલો કરવામાં આવ્યો અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતાં. હુમલા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત દેવાને પ્રથમ નવી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે યુનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તબીબોએ દેવા ગુપ્તાને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *