ગવાન શ્રી બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી

Featured Video Play Icon
Spread the love

ગવાન શ્રી બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી
તાપી નમસ્તુભ્યમ્ કાર્યક્રમ અંતર્ગત તાપી જીલ્લાના ખેરવાડા ગામે ઉજવણી

ભગવાન શ્રી બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી 15મી નવેમ્બર 2025 જનજાતિ ગૌરવ દિવસ તરીકે તાપી નમસ્તુભ્યમ્ કાર્યક્રમ અંતર્ગત તાપી જીલ્લાના ખેરવાડા ગામે સૂર્યપુત્રી શ્રી તાપી માતાના પવિત્ર તટ પર અતિ પૌરાણિક શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ, કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ, ગંગા સમગ્ર તાપી પ્રાંત અને મહિલા મંડળ ઉકાઈના સંયુક્ત ઉપક્રમે ખુબજ ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી.

શ્રી બિરસા મુંડા ની 150મી જન્મ જયંતી નિમિત્તે તાપી નમસ્તુભ્યમ્ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની જીવાદોરી સૂર્યપુત્રી તાપી માતાના પવિત્ર જળમાં સેન્ટર ઓફ એક્સેલન્સ કામધેનુ યુનિવર્સિટીના કર્મચારીઓ દ્વારા 5000 મત્સ્ય બીજનું સંચયન કરવામાં આવ્યું હતું. કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ, ગંગા સમગ્ર તાપી પ્રાંત, મહિલા મંડળ ઉકાઈ ના 100 જેટલા પદાધિકારીઓ દ્વારા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવ્યા હતાં. મંદિર પરિસરની સફાઈ કરવામાં આવી હતી. સૂર્યપુત્રી શ્રી તાપી માતાની મહાઆરતી કરવામાં આવી હતી. તાપી નમસ્તુભ્યમ્ કાર્યક્રમ અંતર્ગત બિરસા મુંડા ની 150મી જન્મ જયંતી પ્રકૃતિના ખોળામાં અને ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાભાવ સાથે ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના અંતે ગ્રામજનો સાથે સૌ તીર્થ મહાપ્રસાદી લઈ છૂટા પડ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *