સાંસદ નીમુબેન બાંભણિયાએ લઠ્ઠાકાંડના પીડીતોની મુલાકાત લીધી

Featured Video Play Icon
Spread the love

સાંસદ નીમુબેન બાંભણિયાએ લઠ્ઠાકાંડના પીડીતોની મુલાકાત લીધી
સર્ટી હોસ્પિટલના ડીન તેમજ એસપી કલેક્ટર સાથે બેઠક પણ યોજી

ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડના આટલા દિવસો બાદ ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા લઠ્ઠાકાંડના પીરિતોની મુલાકાતે સર્ટી હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેમની તબિયતની પૂછપરછ કરી સમગ્ર સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.

ભાવનગરના લઠ્ઠાકાંડ પ્રકરણે અત્યાર સુધીમાં ધારાસભ્યો તેમજ અન્ય રાજકીય અગ્રણીઓ સાથે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે લઠ્ઠાકાંડ ના પીડિતોને મળી તેમના ખબર અંતર પૂછ્યા હતા. આટલા દિવસો બાદ ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા સર્ટી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઝેરી શરાબની અસર હેઠળ સારવાર લઈ રહેલ વ્યક્તિઓની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા એ સાથે હોસ્પિટલના ડીન સાથે ચર્ચા કરી આરોગ્ય લક્ષી પગલા અંગે માહિતી મેળવી હતી આ ઉપરાંત સાંસદે જિલ્લા કલેકટર મનીષકુમાર બંસલ જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય સાથે પણ બેઠક યોગી હતી અને લઠ્ઠાકાંડ સંદર્ભે તપાસ તથા અન્ય બાબતો અંગે માહિતી મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *