ભાવનગરમાં ખંડણી ન આપતા હુમલો અને તોડફોડ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં ખંડણી ન આપતા હુમલો અને તોડફોડ
જૂની માણેકવાડીમાં ₹2 લાખની ખંડણીની માંગનો આક્ષેપ
ખંડણી ન આપતા પિતા પર હુમલો, વાહનોમાં તોડફોડ
જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ

ભાવનગર શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં એક શખ્સે મિલ્કત ધારક પાસે ખંડણીની માંગ કરી હતી પરંતુ યુવાને ખંડણી આપવાનો ઇન્કાર કરતા શખ્સે ફરિયાદી યુવાનના પિતા પર હુમલો કરી તેના વાહનોની તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે સી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.

શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં રહેતા શાહનવાઝ યુસુફભાઈ રાઠોડ એ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજ વિસ્તારમાં રહેતા લખન કલા રાઠોડ વિરુદ્ધ અરજી માં જણાવ્યું હતું કે તાજેતરમાં અરજી કરતા એ નવી મિલ્કતની ખરીદી કરી હોય આ મકાનમાં રહેવા માટે લખને શાહનવાઝ પાસે રૂપિયા બે લાખની ખંડણીની માંગ કરી હતી પરંતુ શાહનવાઝ એ ખંડણી આપવાનો ઇન્કાર કરી દેતા લખન એ શાહનવાઝ ના પિતા યુસુફભાઈ ગફારભાઈ રાઠોડ ને ઘર પાસે આંતરી મારમાર્યો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને મોડી રાત્રે તેના ઘરમાં પડેલ બાઈક તથા સ્કૂટરની તોડફોડ કરી આર્થિક નુકસાન કર્યું હતું આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *