સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં આવ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં આવ્યો
રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી
મીઠાઈ-માવા બજારમાં ફૂડ સેફ્ટી ટીમે સઘન ચેકિંગ હાથ ધરી

રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. ભાગળના મીઠાઈ-માવા બજારમાં ફૂડ સેફ્ટી ટીમે સઘન ચેકિંગ હાથ ધરી માવાની ગુણવત્તા ચકાસવા સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મીઠાઈમાં માવાનો વપરાશ વધતો હોવાથી તંત્ર દ્વારા માવાની ગુણવત્તા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. સુરતના ભાગળ ખાતે આવેલા મીઠાઈ અને માવા બજારમાં ફૂડ સેફ્ટી ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર બી.આર. બ્રહ્મભટ્ટની ટીમ દ્વારા માવાની ગુણવત્તા ચકાસવા સેમ્પલ લેવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી ટીમે લીધેલા માવાના સેમ્પલને નિયમ મુજબ સીલ કરી તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું છે. હવે લેબોરેટરીના રિપોર્ટ બાદ માવાની ગુણવત્તા અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે. અને જો તપાસમાં માવામાં ભેળસેળ અથવા ગુણવત્તામાં કોઈ ખામી સામે આવશે તો સંબંધિત વિક્રેતા સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *