ભાવનગરમાં ભેળસેળિયા સનફ્લાવર તેલની ફરિયાદથી ખળભળાટ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં ભેળસેળિયા સનફ્લાવર તેલની ફરિયાદથી ખળભળાટ
સન પ્રાઈમ તેલના વપરાશ બાદ બે સભ્યોને આડઅસરનો આક્ષેપ
તેલની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલો, તપાસની માગ

ભાવનગરમાં ભેળસેળિયા સનફ્લાવર તેલની ફરિયાદથી ખળભળાટ સન પ્રાઈમ કંપનીના તેલના વપરાશ બાદ પરિવારના બે સભ્યોને આડઅસર થઈ હોવાનો આક્ષેપ

અંજુમભાઈ શેખે તેલ ખરીદી ખાદ્ય વપરાશમાં લીધા બાદ કરી ફરિયાદ તેલના વપરાશ બાદ તબિયત લથડતાં 112માં ફોન કરી ફરિયાદ નોંધાવી ગંગાજળિયા પોલીસે સમગ્ર મામલે આરોગ્ય વિભાગને જાણ કરી મનપા આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તેલના નમૂના લીધા તેલ વિક્રેતાની દુકાનમાં ખુલ્લા તેલમાંથી પેકિંગ કરાતું હોવાના દ્રશ્યો સામે આવ્યા અલગ અલગ કંપનીના સ્ટીકર અને સીલ મળી આવ્યા હોવાનો દાવો જોકે આરોગ્ય વિભાગે માત્ર ફરિયાદવાળા તેલના ડબ્બામાંથી જ સેમ્પલ લીધા તેલમાં ભેળસેળ છે કે નહીં? લેબોરેટરી રિપોર્ટ બાદ થશે ખુલાસો સન પ્રાઈમ કંપની સામે અગાઉ પણ ભેળસેળિયા ખાદ્ય તેલના બે કેસ નોંધાયા હોવાનો દાવો કાર્યવાહી બાદ માત્ર દંડ વસૂલવામાં આવે છે કે લાઇસન્સ રદ કરાય છે? લાઇસન્સ રદ થયા બાદ પરિવારના અન્ય સભ્યના નામે લાઇસન્સ મેળવી ફરીથી ધંધો શરૂ કરાતો હોવાનો ગંભીર આક્ષેપ આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે પણ ઉઠ્યા સવાલો ફરિયાદવાળા ડબ્બા ઉપરાંત દુકાનમાંથી મળતા અન્ય તેલના સેમ્પલ કેમ ન લેવાયા? લેબ રિપોર્ટ અને આરોગ્ય વિભાગની કાર્યવાહી બાદ સમગ્ર મામલાની હકીકત સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *