ભાવનગરમાં આંગણવાડીમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાના આક્ષેપ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં આંગણવાડીમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાના આક્ષેપ
કુંભારવાડા વિસ્તારમાં ગંભીર આક્ષેપો સામે આવતા તંત્રમાં દોડધામ.

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આંગણવાડીમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપની ઘટના સામે આવી

શહેરના કુંભારવાડા વોર્ડમાં આંગણવાડીમાં નાસ્તાને લઇ નાગરસેવક દ્વારા કરાયા આક્ષેપ કુંભારવાડા વિસ્તારમાં આંગણવાડીમાં બાળકો માટે આવેલા દાળભાત અને શિરોમાં જીવાત હોવાનો આક્ષેપ કરાયો કોંગ્રેસના નગરસેવક કિશન મેર દ્વારા આંગણવાડી ખાતે ચેકીંગ કરાતા નાસ્તાનું વિતરણ બંધ કરાયું મનપા સંચાલિત નાસ્તાને એક તરફ મૂકી પડીકા વાળા નાસ્તાનું વિતરણ કરાયું આશરે એક માસ પહેલા કુંભારવાડામાં આવેલી આંગણવાડીમાં એક્સપાયરી વાળી વસ્તુઓ વિતરણ કરાઈ હોવાનું સામે આવ્યું હતું જોકે આંગણવાડીમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવી ઘટના વારંવાર બનવા છતાં મનપા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ મામલે ડેપ્યુટી મેયર દ્વારા એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું તેવામાં આંગણવાડીમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય જે અંગે કોઈ કડક કાર્યવાહી કરાશે કે કેમ તે જોવું રહ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *