ઝોન-3 એલસીબીએ લાલગેટ લૂંટ વિથ મર્ડર કેસના ફરાર આરોપીને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

ઝોન-3 એલસીબીએ લાલગેટ લૂંટ વિથ મર્ડર કેસના ફરાર આરોપીને ઝડપી પાડ્યો

પેરોલ-ફર્લો દરમિયાન ફરાર થયેલો આરોપી યુપીના સંત કબીરનગરથી ઝડપાયો

અહેમદ ઉર્ફે બિસ્મિલ્લાહ મહેબુબ આલમખાનની એલસીબી ટીમે કરી ધરપકડ

નાયબ પોલીસ કમિશનર ઝોન 3ની ટીમે લાલગેટ પોલીસ મથકના લુંટ વિથ મર્ડરના ગુનાના કાચા કામના કેદી એવા પેરોલ ફર્લો કરી ભાગી છુટેલાને યુપીના સંત કબિરનગર જિલ્લામાંથી ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને અધિક પોલીસ કમિશનરની સુચનાને લઈ નાયબ પોલીસ કમિશનર ઝોન 3 જૈનની સુચનાને લઈ એલસીબીની ટીમ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડીપ પાડવા મેદાને હતી ત્યારે બાતમીના આધારે લાલગેટ પોલીસ મથકમાં લુંટ વીથ મર્ડરના ગુનામાં પોલીસ હાથે ઝડપાયા બાદ કાદા કામના કેદી એવા અહેમદ ઉર્ફે બિસ્મીલ્લાહ મહેબુબ આલમખાન પેરોલ ફર્લો કરી ભાગી છુટ્યો હોય અને તે હાલ યુપીમાં હોવાની માહિતી મળતા એલસીબી ઝોન 3ની ટીમના પીએસઆઈ એમજી ભાદરકા, અહેકોવિકાસભાઈ, અપોકો ભરતભાઈ અને વિપુલભાઈએ યુપીના સંત કબિરનગર ખાતે જઈ ત્યાંથી આરોપી અહેમદ ઉર્ફે બિસ્મિલ્લાહ મહેબુબ આલમખાનની ધરપકડ કરી સુરત લાવી તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *