સુરતના ઝંખના પટેલ ભાજપના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ
પરિવાર અને કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી.
સુરતના માજી ધારાસભ્ય ઝંખના પટેલને ભાજપના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ બનાવતા પરિવાર અને કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી.
સુરત ચોર્યાસી વિધાનસભાના માજી ધારાસભ્ય ઝંખના પટેલને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવતા પરિવાર અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અને ઢોલ નગારા ફટાકડા ફોડી કાર્યકર્તાઓએ ઝંખના પટેલને શુભેચ્છા પાઠવી હતી. પહેલી વખત મોકો મળ્યો એટલે જવાબદારી મોટી છે જે બીજેપી સાથે નથી તેઓને કઈ રીતે જોડવા તે દિશામાં કામ કરવામાં આવશે તેમ કહી ઝંખના પટેલે કહ્યુ હતુ કે હું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીનો આભાર માનું છું અને તેઓએ મારી ઉપર કરેલો વિશ્વાસ એ વિશ્વાસ અટલ રહેશે.
