સુરતના હજીરા વિસ્તારમાં યુવકની ક્રર હત્યા
હાથ પગ બાંધી યુવકની ક્રૂર હત્યા કરવામાં આવી
બોથર્ડ પ્રદાથ મારી યુવાનની હત્યા કરાઈ
સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે હજરામાંથી યુવાનની હત્યા કરાયેલી હાથ પગ બાંધી દીધેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સુરતમાં હત્યા સહિતના બનાવોમાં રોજેરોજ વધારો થઈ રહ્યો હોય છે. ત્યારે સુરતના હજીરા વિસ્તારમાંથી એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરતના હજીરા વિસ્તારમાં ઝાડી ઝાંખરામાંથી બોથર્ડ પ્રદાથ મારી યુવાનની હત્યા કરી હાથ પગ બાંધી દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે અંગે જાણ થતા જ હજીરા પોલીસની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને 24 વર્ષીય યુવાન રણજીત પાસવાનની લાશનો કબ્જો લઈ હજીરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
