સુરત ઉતરાણમાં જાહેર રસ્તા પર પત્ની પર હુમલો કરનાર પકડાયો
આરોપી પતિ પ્રવીણ ગોળકિયાને પોલીસે ઝડપી પાડ્યો
ગાળો આપી ઢીક-મુક્કીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
સુરત ઉતરાણમાં જાહેર રસ્તા પર પત્ની પર હુમલાની ઘટના સામે આવી હતી. જેમાં અલગ રહેતી પત્નીને પતિએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઉતરાણ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પતિને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો.
સુરતના ઉત્રાણ વિસ્તારમાં અલગ રહેતી પત્ની પર જાહેર રસ્તા પર તેના પતિએ હુમલો કર્યો હતો. આરોપી પ્રવિણ ગોળકીયાએ પત્નીને ગાળો આપી ઢીક-મુક્કીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની ફરિયાદ મળતા જ ઉત્રાણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપી પતિ પ્રવીણ ગોળકિયાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો.
