સુરતના ડીંડોલી વિસ્તારમાં રીઢા ચોર ઝડપ્યા
રીઢા સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયા
વિજય ઉર્ફે અજય ઉર્ફે ખંડિયા ખંડુભાઈ જાદવને ઝડપી પાડ્યો
સુરતના ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરીના બે મોબાઇલ ફોન, એક એક્ટિવા અને ધારદાર ચપ્પુ કબ્જે લીધો હતો. તો રીઢા સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયા હોવાનુ સામે આવ્યુ છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગરીયા, નાયબ પોલીસ કમિશનર પરમાર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ પીએલ વાઘેલાની ટીમ પીએસઆઈ એલએચ મસાણી સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે રાજદીપ સોસાયટી મેઇન ગેટ પાસેથી શંકાસ્પદ હાલતમાં ફરતા વિજય ઉર્ફે અજય ઉર્ફે ખંડિયા ખંડુભાઈ જાદવને ઝડપી પાડ્યો હતો અને તેની તપાસ કરતા તેની પાસેથી એક ધારદાર ચપ્પુ, ચોરીના બે મોબાઇલ ફોન અને અંદાજે 40 હજાર રૂપિયાની એક્ટિવા મોપેડ મળી આવી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા હોવાનુ સામે આવ્યુ છે.
