સુરતમાં વ્હેલ માછલીની ઉલ્ટીના સ્મગલીંગનો રેકેટનો પર્દાફાશ
વ્હેલ માછલીની ઉલટી સાથે ત્રણની ધરપકડ
5.4 કરોડની મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ
સુરતની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ફરી સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટીના સ્મગલીંગનો રેકેટ ઝડપી પાડી ત્રણ આરોપીઓને કરોડોની મત્તા સાથે ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના આદેશને લઈ એસઓજીના ડીસીપી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એ.પી. ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પાલ ભાઠા ગામ ખાતે આવેલ ભુલકા વિહાર સામે ઝિર્કોન એરેના ખાતેથી ત્રણ આરોપીઓ જેમાં મુળ ગિરસોમનાથનો અને હાલ મરોલી વેસ્મા રોડ પર રહેતા ઉસામાખાન બદરૂદ્દીન પઠાણ, વેરાવળ ખાતે રહેતા મોઈનુદ્દીન મન્સુર મનસુરી અને વસીમ ઈકબાલ મુલ્લાને ઝડપી પાડી તેઓ પાસેથી સ્પર્મ વ્હેલ માછલીની 5 કિલો 49 ગ્રામ એટલે કે 5 કરોડ 4 લાખ 90 હજારની ઉલટી કબ્જે કરી ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ દરી હતી.
